ભારે વરસાદને કારણે ભારત અને વેસ્ટઈંડિઝની વચ્ચે અહી રમાયેલ ચોથી અને અંતિમ વનડે મેચ રદ્દ કરી દેવામાં આવી. ચાર મેચોની શ્રેણીમાં 2-1થી આગળ રહેનાર ભારત શ્રેણી જીતવામાં સફળ રહ્યુ. ઈંડિઝના વિરુધ્ધ શ્રેણીની જીત લાંબી હદ સુધી મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વેંટી-20 વિશ્વકપમાં થયેલ પરાજયથી મળેલ નિરાશાને દૂર કરી છે. સાત વર્ષના લાંબા સમય પછી ભારતીય ટીમ વેસ્ટ ઈંડિઝમાં વન-ડે શ્રેણી જીતવામાં સફળ રહી છે. ચાર મેચોની આ શ્રેણીમાં ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને 'મેન ઓફ ધ સીરિઝ' જાહેર કરવામાં આવ્યા. ધોનીએ 3 મેચોમાં 91ના સરેરાશથી 182 રન બનાવ્યા. ભારતના બંને મેચો વિજયી મેચોમાં ધોનીના નાયકની ભૂમિકા ભજવી. ચાર વર્ષ પછી ભારતીય ટીમમાં જોડાયેલા આશિષ નેહરાએ ચાર મેચોમાં 19.16ના સરેરાશથી 6 વિકેટ પ્રાપ્ત કરી જ્યારે કે ઈશાંત શર્મા 3 મેચોમાં 2 જ વિકેટ લઈ શક્યા. ચોથી વન-ડેમાં પરિસ્થિતિ એ રહી કે મેજબાન વેસ્ટઈંડિઝે ટોસ હારીને પહેલા બેંટિંગ કરવાનો પડકાર સ્વીકાર કયો અને 7.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 27 રન બનાવ્યા, પરંતુ એ દરમિયાન ભારે વરસાદે રમત આગળ ન વધારવા દીધી. વરસાદ રોકાયા બાદ એમ્પાયરોએ ભારતીય સમયાનુસાર સાડા દસ વાગ્યે મેદાનનું નિરીક્ષણ કર્યુ. જેના 45 મિનિટ બાદ ફરીથી મેદાનની તપાસ કરી જોકે એમ્પાયરોને મેદાન મેચના અનુકૂળ ન લાગતા તેમણે મેચને રદ જાહેર કરી દીધી હતી. આ પહેલા પણ ભારતે 2002માં સૌરભ ગાંગુલીના નેતૃત્વમાં પાંચ મેચવાળી શ્રેણી 2.1થી જીતી હતી. આ શ્રેણીના બે મેચ પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. |