ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ક્રિકેટ ક્ષેત્રે ધોનીનું સૌથી વધું વેતન
 

વિસ્ફોટક બેટ્સમેન અને કુશળ નેતૃત્વકર્તાના રૂપમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલોમાં રાજા બનેલા ભારતીય કપ્તાન મહેંદ્ર સિંહ ધોની એક વર્ષમાં લગભગ 49 કરોડ રૂપિયાની આવક સાથે કમાણી કરવામાં પણ ક્રિકેટરોના બાદશાહ છે અને ફોબર્સ પત્રિકા અનુસાર તેનો એક રન લગભગ બે લાખ 64 હજાર રૂપિયાનો બેસે છે.

પ્રતિષ્ઠિત પત્રિકા ફોબર્સની દુનિયામાં સર્વાધિક કમાણી કરનારા દસ ક્રિકેટરોની યાદી અનુસાર ધોની એક વર્ષમાં એક કરોડ અમેરિકી ડોલર એટલે કે, લગભગ 48 કરોડ 77 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટરોની બોલબાલા છે તથા ધોની સિવાય સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી કમાણી કરનારા ટોચના દસ ક્રિકેટરોમાં શામેલ છે.

ક્યારેક કમાણીના ક્રમમાં નંબર વન રહેલા તેંદુલકર 80 લાખ ડોલર લગભગ 39 કરોડ રૂપિયાની વાર્ષિક આવક સાથે બીજા ક્રમે છે. ત્યાર બાદ યુવરાજ 55 લાખ ડોલર લગભગ 26 કરોડ 82 લાખ રૂપિયાની કમાણી કરીને ત્રીજા અને દ્રવિડ 50 લાખ ડોલર લગભગ 24 કરોડ 38 લાખ રૂપિયાની આવક સાથે ચોથા સ્થાન પર છે.

ગાંગુલી એક વર્ષમાં 35 લાખ ડોલર લગભગ 17 કરોડ સાત લાખ રૂપિયા કમાય છે અને તે ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન રિકી પોંટિંગ સાથે સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાન પર છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો