બેંગલુરુમાં 8 ઓક્ટોબરથી શરૂ થનારી 12 ટીમોની એરટેલ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 60 લાખ ડોલર (લગભગ 28 કરોડ 80 લાખ રૂપિયા) છે જેમાં વિજેતા ટીમને 25 લાખ ડોલર (લગભગ 12 કરોડ રૂપિયા) મળશે.
ટૂર્નામેન્ટના ચેરમેન લલિત મોદીએ દોઢ ફુટ લાંબી હીરાઓથી જડેલી ટ્રોફીનું અનાવરણ કર્યા બાદ કહ્યું કે, આ અત્યાર સુધી કોઈ પણ ક્રિકેટ ટૂર્નામેન્ટની સૌથી મોટી ઈનામી રકમ છે.
ઉપવિજેતા ટીમને 13 લાખ ડોલર જ્યારે સેમીફાઈનલમાં હારનારી ટીમોને પાંચ પાંચ લાખ ડોલર મળશે. પાંચમાંથી આઠમા સ્થાન પર રહેનારી ટીમોમાંથી પ્રત્યેકને બે લાખ ડોલર જ્યારે અંતિમ ચાર સ્થાન પર આવનારી ટીમોને એક-એક લાખ ડોલર આપવામાં આવશે.