ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના સભ્ય ગ્રાંટ ઇલિયટે કહ્યું કે, આગામી માસે દુબઈમાં પાકિસ્તાન સાથે શરૂ થનારી એક દિવસીય શ્રેણીમાં રમવાનું નક્કી નથી.
ન્યૂઝીલેન્ડ સમાચાર પત્ર 'ડોમિનિયન પોસ્ટ' અનુસાર ઈલિયટના જમણા હાથના અંગૂઠામાં ઈજા છે અને તેમાંથી બહાર નિકળવામાં તેમને બે માસ લાગી શકે છે. ઈલિયનને ચેમ્પિયંસ ટ્રોફી દરમિયાન ઈજા પહોંચી હતી.
પત્રએ ઇલિયટના હવાલે લખ્યું છે કે, મારા માટે ચેમ્પિયંસ ટ્રોફી સારી ખબર લઈને નથી આવી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન અંગૂઠામાં પહોંચેલી ઈજાથી બહાર આવવામાં મને બે માસનો સમય લાગી શકે છે. જેથી પાકિસ્તાન વિરુદ્ધ મારુ રમી શકવું નક્કી નથી.