ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે, વનડે ટીમની પસંદગી 15 ઓક્ટોબરના રોજ ચેન્નઈમાં થશે. દક્ષિણ આફ્રીકામાં ચેમ્પિયંસ ટ્રોફીમાં ટીમ ઈંડિયાના ખરાબ પ્રદર્શનને જોતા આ પસંદગી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ ક્રિસ શ્રીકાંતને છોદીને તમામ સભ્યો કાલે નાગપુરમાં સંપન્ન એનકેપી સાલ્વે ચૈલેંજર શ્રેણીના મેચોને જોયા અને તેમની પાસે હવે ઘણા બધા વિકલ્પો પણ મોજૂદ છે.
વનડે શ્રેણી 25 ઓક્ટોબરના રોજ વડોદરામાં શરૂ થશે અને 11 નવેમ્બરના રોજ અંતિમ મેચ મુંબઈમાં રમવામાં આવશે. બાકી મેચ નાગપુર : 28 ઓક્ટોબર :, દિલ્હી: 31 ઓક્ટોબર :, મોહાલી : બે નવેમ્બર, હૈદરાબાદ, પાંચ નવેમ્બર અને ગૌહાટી આઠ નવેમ્બરના રોજ યોજાશે. ગૌહાટીને છોડીને તમામ મેચ દિવસ રાતના છે.