બીસીસીઆઈના મુખ્ય પ્રશાસનિક અધિકારી રત્તાકર શેટ્ટીએ કહ્યું છે કે, ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારતની નિષ્ફળતાથી યુવા ક્રિકેટર નિરાશ નથી કારણ કે, કમાઉ ટ્વેન્ટી-20 લીગના કારણે તેમનું ધ્યાન ભટકી રહ્યું છે.
શેટ્ટીએ એક ટોક શો માં કહ્યું કે, ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારતના પ્રથમ ચરણમાં બહાર થઈ જવા છતાં પણ એક સિનીયર ખેલાડીએ કહ્યું કે, યુવા ખેલાડીઓને હારનો એટલો દુ:ખાવો નથી જેટલો તેમને છે. તેમણે કહ્યું કે, આ ખેલાડીઓને હાર અથવા જીતથી કોઈ ફેર પડતો નથી. હારવા છતાં પણ તેઓમાં ઉદાસી નથી.
શેટ્ટીએ સીનિયર ક્રિકેટરનું નામ ન જણાવ્યું પરંતુ કહ્યું કે, આ ચલણ સારું નથી અને બીસીસીઆઈએ આ તરફ ધ્યાન આપવું જોઈએ.