ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » અંતે..યૂનિસ ખાને કપ્તાન પદ છોડ્યું
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન યૂનુસ ખાને ટીમ પર મૈચ ફિક્સિંગના આરોપોના કારણે દુ:ખી ઈ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે સાથે જ તેમણે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ દ્વારા રાજીનામું પરત લેવાની માગણીને પણ ઠુકરાવી દીધી છે.

યૂનુસે ઈસ્લામાબાદ રમત મામલાઓની નેશનલ એસેંબલી સ્ટેંડિગ કમિટીને બેઠક દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના અધ્યક્ષ એજાજ બટ્ટને પોતાનું રાજીનામું સોંપી દીધું.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સંસદના વરિષ્ઠ સદસ્ય અને સ્ટેંડિગ કમેટીના અધ્યક્ષ જમશેદ દસ્તીએ ચેમ્પિયંસ ટ્રોફીમાં ટીમ પર જાણી જોઈને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ હારવાનો આરોપ લગાવ્યો હતો. જેને પગલે મંગળવારે અહીં બેઠક બોલાવામાં આવી હતી.
સંબંધિત જાણકારી શોધો