બીસીસીઆઈએ તુનકમિજાજી ઝડપી બોલર શાંતાકુમાર શ્રીસંથને પોતાની હદમાં રહેવા અને મેદાની વર્તાવમાં સુધાર લાવવા માટે અંતિમ ચેતાવણી આપી છે. અન્યથા તેને ઘરેલૂ મેચોંમાંથી પણ બહાર કરી દેવામાં આવશે.
બીસીસીઆઈનો 5 ઓક્ટોબરના રોજ લખેલો પત્ર કેરળ ક્રિકેટ સંગઠન (કેસીએ) ના સચિવ ટીસી મૈથ્યૂજને સોંપી દેવામાં આવ્યો છે જે તે શ્રીસંથને આપશે.
નાગપુરમાં ઈરાની કપ દરમિયાન વારંવાર મેદાન પર અનુશાસનહીનતાનો પરિચય આપનારા શ્રીસંથને બીસીસીઆઈ અગાઉ પણ ચેતાવણી આપી ચૂક્યું છે.