વિરૂ ઈન, દ્રવિડ આઉટ

ચેન્નઈ , ગુરૂ, 15 ઑક્ટોબર 2009( 14:39 IST )
આગામી 25 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે શ્રેણીની પ્રથમ બે વન ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
રાહુલ દ્રવિડ, યુસૂફ પઠાણ અને આરપી સિંઘને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે સુદિપ ત્યાગી અને રવિન્દ્ર જાડેજાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઈજાના કારણે ટીમમાંથી બહાર રહેલા સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા સુદીપ ત્યાગીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા :
મહેન્દ્ર સિંહ ધોની, વિરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, હરભજન સિંહ, ઈશાંત શર્મા, પ્રવિણ કુમાર, મુનાફ પટેલ, સુદિપ ત્યાગી