ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » યૂનિસ વિરુદ્ધ પીસીબી
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન યૂનિસ ખાન પોતાનું પદ છોડવા પર ભલે જ પૂરા દેશમાં સહાનુભૂતિના પાત્ર બની ગયાં હોય પરંતુ હકીકતમાં તેમને ક્રિકેટ બોર્ડ અને તેમના મિત્ર ખેલાડીઓનું પુરતું સમર્થન પ્રાપ્ત નથી.

યૂનિસે મેચ ફિક્સિંગના આરોપોના કારણે કપ્તાનીથી રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટે સ્પષ્ટ કહ્યું છે કે, તે રાજીનામું સ્વીકાર નહીં કરે અને તેમણે પોતાના નિર્ણય પર વિચાર વિમર્શ માટે શુક્રવારે ટોચના પદાધિકારીઓની બેઠક પણ બોલાવી છે.

બટ જ્યાં યૂનિસને કપ્તાન બનાવીને રાખવા ઈચ્છે છે ત્યાં પીસીબી સંચાલન પરિષદના સભ્યોએ આ ક્રિકેટરને ‘તાનાશાહ' ગણાવ્યો છે તથા કહ્યું કે, ચેમ્પિયંસ ટ્રોફીમાં તેના દ્વારા લેવાયેલા અમુક નિર્ણય પ્રશ્નો ઉભા કરે છે કારણ કે, તેણે પોતાના સીનિયર મિત્રોની એક પણ વાત સાંભળી નથી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: યૂનિસ, પીસીબી