ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ગુરૂવારે વગર કોઈ કારણ જણાવ્યે ભારતીય ક્રિકેટ ટીમના બોલીંગ કોચ વેંકટેશ પ્રસાદ તથા ફિલ્ડીંગ કોચ રોબિનસિંહને પદ પરથી હટાવી દીધા છે.
બીસીસીઆઈ સચિવ એન. શ્રીનિવાસન દ્વારા જારી યાદીમાં માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે, બોર્ડે તેમની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ બન્નેનો અચાનક હટાવાનું પગલું ચૌંકાવનારું રહ્યું, પરંતુ ચેમ્પિયંસ ટ્રોફેમાં ટીમમાં ખરાબ પ્રદર્શનના કારણે તેમના પર આંગળીઓ ઉઠાવાનું શરૂ થઈ ગયું હતું.
વેંકટેશ પ્રસાદ તથા રોબિનસિંહને બીસીસીઆઈએ 2007 વિશ્વ કપ બાદ નિયુક્ત કર્યા હતાં.