ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ત્યાગી ભારતીય ટીમનો નવો ચહેરો
Feedback Print Bookmark and Share
 

રાહુલ દ્વવિડને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યોજાનારી એક દિવસીય ક્રિકેટ શ્રેણીના શરૂઆતી બે મેચો માટે ભારતીય ટીમમાં સ્થાન મળી શક્યું નથી જ્યારે સુદીપ ત્યાગી ટીમમાં એક માત્ર નવો ચહેરો હશે.

25 ઓક્ટોબરના રોજ શરૂ થનારી આ શ્રેણી માટે વીરેન્દ્ર સહેવાગ અને યુવરાજસિંહને ટીમમાં પુનરાગમન કર્યું છે. મુનાફ પટેલ તથા રવીન્દ્ર જાડેજા ટીમમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યાં છે.

સુદીપ ત્યાગીએ ભારતીય ટીમમાં થયેલી પોતાની પસંદગીને દીવાળીની ભેટ ગણી છે. તેમણે પોતાની સફળતાનો શ્રેય આઈપીએલના પાછલા સત્રના પોતાના પ્રદર્શનને આપ્યો.

બહાર કરવામાં આવેલા આરપી સિંહ વિષે પુછવા પર સંદીપે કહ્યું, આરપી ખુબ જ સારા બોલર છે અને હું તેમની પાસેથી દિશા નિર્દેશ લેતો રહું છું. ઈશાંત શર્મા વિષે પુછવા પર સંદીપે કહ્યું., ઈશાંત પોતાના ખરાબ ફોર્મમાંથી ટૂક સમયમાં જ છુટકારો મેળવી લેશે.
સંબંધિત જાણકારી શોધો