ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ઝહીર ખાનને ટીમમાં પાછા ફરવાની આશા
Feedback Print Bookmark and Share
 

ખભાના ઘાને કારણે છેલ્લા ચાર મહિનાથી બહાર થયેલા ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરવાની આશા છે અને પોતાની જાતને ફિટ રાખવા નિયમિત કસરત ડ્રિલ કરી રહ્યા છે. જુલાઈમાં પોતાના ડાબા ખભાનો ઈલાજ કરાવનારા ઝહીર કહ્યુ કે હાલ તેઓ તેમની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે.

તેમણે જણાવ્યુ કે મેં બોલિંગ શરૂ કરી દીધી છે અને છેલ્લા બે અઠવાડિયાથી સતત અભ્યાસ કરી રહ્યો છુ. જેથી એ મને ખબર પડે કે મેચમાં મારી સ્થિતિ શુ છે. ડાબા હાથના આ ઝડપી બોલર દક્ષિણ આફ્રિકામાં ઈંડિયન પ્રીમિયર લીગના બીજા સત્ર દરમિયાન ઘાયલ થઈ ગયા હતા, જ્યા તેઓ મુંબઈ ઈંડિયંસ તરફથી રમી રહ્યા હતા.
સંબંધિત જાણકારી શોધો