ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » રોયલ ચેલેંજર્સની શાનદાર જીત
Feedback Print Bookmark and Share
 

અનિલ કુંબલેના હાથનો જાદુ અને રૉસ ટેલરના તોફાની પ્રદર્શનને લીધે રૉયલ ચેલેંજર્સે દિલ્હી ડેયરડેવિલ્સનું દિલ તોડીને 29 બોલ બાકી રહેતાં આઠ વિકેટથી જોરદાર જીત નોંધાવી છે, જેનાથી ચેમ્પીયંસ લીગ ટ્વેટી-20 ટુર્નામેંટની સેમીફાઈનલની દોડમાંથી બધી જ ભારતીય ટીમો બહાર નીકળી ગઈ.

વીરેન્દ્ર સહેવાગે 29 બોલ પર છ ચોક્કા અને એક છગ્ગાની મદદ વડે 47 રન કરીને ડેયરડેવિલ્સને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ અનિલ કુંબલેએ ત્યાર બાદ 20 રનની અવધીમાં ત્રણ વિકેટ લઈને ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાના પોતાના નિર્ણયને યોગ્ય પુરવાર કર્યો હતો અને દિલ્હીની ટીમને છ વિકેટ પર 138 રન જ કરવા દિધા હતાં.
સંબંધિત જાણકારી શોધો