ચેમ્પીયંસ લીગની 17મી મેચમાં શનિવારે રાત્રે બેંગલોરે રોયલ ચેલેંજર્સે દિલ્હી ડેયરડેવિલ્સને આઠ વિકેટથી હરાવી દિધું હતું. આ જીત મેળવવા છતાં પણ તે સેમીફાઈનલમાં પહોચી શક્યું ન હતું અને ડેયરડેવિલ્સ પણ ટુર્નામેંટમાંથી બહાર થઈ ગયું હતું.
સ્નાથીક એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેંજર્સે 139 રનના લક્ષ્યને 15.1 ઓવરમાં જ પુર્ણ કરીને બે વિકેટ ખોઈને આ લક્ષ્ય મેળવી લીધું હતું. આ મેચમાં રૉસ ટેલરના તોફાની દાવનું સારૂ એવું યોગદાન રહ્યું.
આ મેદાન પર જ રવિવારે રમવામાં આવી રહેલ એક અન્ય મેચમાં કેપ કોબરાજે વિક્ટોરિયાને આઠ વિકેટથી હાર આપી હતી. કોબરાજની જીતની સાથે રોયલ ચેલેંજર્સ માટે સેમીફાઈનલના બધા જ દરવાજા બંધ થઈ ગયાં હતાં.