પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સોમવારે ઘોષણા કરશે કે યુનુસ ખાન ટેસ્ટ અને વન ડે ટીમના કેપ્ટન રહેશે કે પછી તેમની જગ્યાએ કોઈ નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવશે.
લાહોરમાં સંચાલન પરિષદની બેઠક બાદ તરત જ પીસીબી અધ્યક્ષ એજાજ બટ પ્રેસ કોંફ્રેસને સંબોધિત કરશે. બેઠકની અંદર બટ સભ્યોને પોતાની યોજનાઓ વિશે જણાવશે.
પાકિસ્તાન ક્રિકેટ પાછલાં અઠવાડિયાથી સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે જ્યારે યુનુસે પોતાના અને પોતાની ટીમ પર લાગેલ મેચ ફીક્સીંફના આરોપોથી નારાજ થઈને બટને રાજીનામું સોંપ્યું હતું. ટીમ પર ચેમ્પીયંસ ટ્રોફીમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડની સામે જાણી જોઈને હારવાના આરોપ લાગ્યાં હતાં.