ત્રિનિદાદ અને ટોબૈંગોના કેપ્ટન ડેરન ગંગાએ લીગ એમાં ડાયમંડ ઈગલ્સને 24 રને હરાવીને ચેમ્પીયંસ લીગ ટી20 ટુર્નામેંટની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યા બાદ કહ્યું કે, તેમના ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવા માટે આતુર છે અને હવે તેમની નજર સેમીફાઈનલ પર છે.
ગંગાએ કહ્યું કે, મેચ ખુબ જ રોમાંચક હતી. તેમણે સારો પડકાર આપ્યો પરંતુ અમારા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવા માટે ભુખ્યા છે. અમારા ખેલાડીઓએ યોજનાને અનુસાર પ્રદર્શન કયું અને 200 રનનો સ્કોર ઉભો કરવા માટે સારો એવો પ્રયત્ન કર્યો હતો.
તેમણે કહ્યું કે, અમારે સેમીફાઈનલમાં વિરોધી ટીમ માટે સારી રણનીતિ બનાવવી પડશે અને અમને આ વિશે દિલ્હી ડેયરડેવિલ્સ અને કેપ કોબરાજ મેચની બાદ જાણ થશે કે તેમાંથી કોણ છે.