ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ પહેલી બે વન ડે મેચ માટે ભારતીય ટીમના ઓલરાઉંડર યુસુફ પઠાણને બહાર કરવાને લીધે હેરાન છે.
ગાવસ્કરે કહ્યું કે, બરોડાના ઓલરાઉંડરની તે વાતથી પરખ ન કરવી જોઈએ કે તેણે કેટલા રન કર્યા પરંતુ તેની તે વાતે પરખ કરવી જોઈએ કે તેની આક્રમક ક્રિકેટથી આખી ટીમ પર કેવી અસર પડે છે.
ગાવસ્કરે કહ્યું કે, છઠ્ઠા નંબર પર બેટિંગ કરનારને રન કરવા માટે વધારે ઓવર નથી મળતી. તેની પસંદગી તેની અસરના આધારે કરવી જોઈએ. જ્યારે તમે ઝડપથી 20-30 રન કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે આઉટ થઈ જાવ છો અને તે વાતને તમારી વિરુદ્ધ ન જોવી જોઈએ. યુસુફની પસંદગી ભારતીય ટીમને સંતુલિત કરે છે.