સ્ટાર ખેલાડીઓની ઈજાને લીધે હેરાન ઓસ્ટ્રેલીયાની ટીમ સાત મેચની વન ડે શ્રેણી રમવા માટે ભારત આવવા રવાના થઈ ગઈ છે અને રીકી પોંટીંગે સ્વીકાર કર્યું કે, ચેમ્પીયંસ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન કાવા છતાં પણ મહેન્દ્ર સિહ ધોનીની ટીમને તેમની ધરતી પર હરાવવી મુશ્કેલ રહેશે.
પોંટીંગે ત્યાંથી નીકળતાં પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે ભારતને તેની ધરતી પર હરાવવું ખુબ જ કઠીન છે. તેઓ વિદેશ કરતાં પોતાની ધરતી પર સારૂ રમે છે. ભારતીય ટીમ ચેમ્પીયંસ ટ્રોફીની લીગ ચરણમાંથી બહાર થઈ ગઈ હતી.
બીજી બાજુ સતત બીજી વખત ચેમ્પીયંસ ટ્રોફી જીતવાથી ઓસ્ટ્રેલીયા વધારે ખુશ છે.