પાકિસ્તાનન ઓલરાઉંડર અબ્દુલ રજ્જાકે રાષ્ટ્રીય પસંદગીકારોને સીનિયર ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં પૂરી તક આપવા માટે કહ્યુ છે, જેથી તેઓ પોતાના કેરિયરનો અંત સન્માનપૂર્વક કરી શકે.
ન્યુઝીલેંડ વિરુધ્ધ અબુ ધાબી અને દુબઈમાં થનારી એકદિવસીય મેચ અને ટ્વેંટી-20 મેચો માટે ગુરૂવારે રજ્જાકને પાક ટીમમાં લેવામાં આવ્યો, પરંતુ આ પહેલા દક્ષિણ આફ્રિકામાં થયેલ ચેમ્પિયંસ ટ્રોફીની ટીમમાંથી તેમને બહાર કરવામાં આવ્યા હતા.
રજ્જાકે કહ્યુ કે મને ઈંગ્લેંડમાં ટી-20મા મોકલવામાં આવ્યો અને મેં સારુ પ્રદર્શન કર્યુ. અહી સુધી કે શ્રીલંકામાં ટી-20 અને એકદિવસીય મેચમાં પણ મે પ્રદર્શન સારુ કર્યુ, છતા તેમણે મને ચેમ્પિયંસ ટ્રોફીમાંથી બહાર કર્યો. જે આશ્ચર્યજનક હતુ.
પાક તરફથી 46 ટેસ્ટ, 234 વન-ડે અને સાત ટ્વેંટી-20 મેચ રમનારા રજ્જાકે કહ્યુ કે મને લાગે છે કે જ્યારે ખેલાડીનું ટીમમાં સ્થાન પાકું નથી હોતુ તો એ અસ્થિર થઈ જાય છે.