ચેમ્પિયંસ ટ્રોફીમાં ઘાયલ થયા પછી ક્રિકેટ મેદાન પર પાછા ફરી રહેલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયના વિરુધ્ધ સાત એકદિવસીય મેચમાં વડોદરાને એ રિલાય6સ સ્ટેડિયમમાં વધુ રન બનાવીને રમતમાં પાછા ફરવાની આશા રહેશે, જે તેમના માટે અને ભારત માટે ભાગ્યશાળી રહ્યુ છે.
તેંડુલકરને રિલાયંસ સ્ટેડિયમની પિચ ફળી જાય છે અને તેમણે અહી છ મેચોમાં 85.60ની બેજોડ સરેરાશની સાથે 428 રન એકત્ર કર્યા છે, જેમા ત્રણ સદીનો પણ સમાવેશ થાય છે. મતલબ મુંબઈનો આ બેટ્સમેન અહી સરેરાશ દરે બીજી મેચમાં સદી ફટકારે છે.
તેંડુલકર ઉપરાંત આ ભારત માટે પણ ખૂબ ભાગ્યશાળી રહ્યુ છે અને તેણે અહીં રમેલ સાત મેચોમાંથી સાત મેચમાં જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા જો કે આ મેદાન પર માત્ર એક જ વાર રમ્યુ છે, જેમા તેણે ભારતને નવ વિકેટે પછાડ્યુ હતુ.