ત્રિનિડાડ એંડ ટોબૈગો અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે ફાઈનલ
W.D
ચેપિયંસ લીગ ટી-20ની ફાઈનલ મેચમાં શુક્રવારે ત્રિનિડાડ એંડ ટોબૈગો અને ન્યૂ સાઉથ વેલ્સમાં હૈદરાબાદના રાજીવ ગાંઘી સ્ટેડિયમમાં જોરદાર મુકાબલો થશે. ન્યૂ સાઉથ વેલ્સ અને ત્રિનિડાડ એંડ ટોબૈગો આ પહેલા સુપર-8 રાઉંડમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. આ મેચમાં ત્રિનિડાડ એંડ ટોબેગોને ન્યૂ સાઉથ વેલ્સે હરાવ્યુ હતુ.
એક બાજુ ત્રિનિડાડ એંડ ટોબેગો સુપર-8 ના મેચની સફળતાને ફરી કરવાની તાકમાં રહેશે. તો બીજી બાજુ ન્યૂ સાઉથ વેલ્સ ફાઈનલમાં ત્રિનિડાડ એંડ ટોબેગોને હરાવીને હિસાબ બરાબર કરવા ઈચ્છશે.
ત્રિનિડાડ એંડ ટોબેગો ફાઈનલ સુધી પોતાની એક પણ મેચ હાર્યુ નથી. બંને ટીમો ચેમ્પિયંસ લીગના ખિતાબની પ્રબળ દાવેદાર છે.