ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » યુપીસીએ ક્રિકેટરોનો વીમો કરાવશે!
Feedback Print Bookmark and Share
 

મેરઠમાં અંડર 22 મેચ રમવા ગયેલ યુવા ક્રિકેટર ગગનદીપનું અકસ્માતમાં મોત થયા બાદ હવે ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ (યુપીસીએ) પ્રથમ શ્રેણીની મેચ રમનાર પોતાના બધા જ ક્રિકેટરનો વીમો કરાવવાની યોજના બનાવી રહ્યું છે. આમાં ઉત્તર પ્રદેશ તરફથી અંડર 16 થી લઈને રણજી મેચ સુધી તે બધા જ ખેલાડીઓનો સમાવેશ થશે જેઓ છેલ્લા 15માં છે.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ (યુપીસીએ)ના નિર્દેશક જ્યોતિ બાજપેયીએ જણાવ્યું કે, આ વર્ષનું ક્રિકેટ સત્ર શરૂ થઈ ગયું છે એટલા માટે વીમો કરાવવાનું કામ આગામી ક્રિકેટ સત્રમાં થશે.

તેમણે કહ્યું કે, ખેલાડીઓને મેચ દરમિયાન ઘણી વખત ઈજા થાય છે અને ઘણી વખત તો તેઓ ગંભીર રૂપે ઘાયલ પણ થઈ જાય છે જેમાં ખેલાડીઓને રિકવર થવામાં ઘણો સમય લાગે છે. ખેલાડીઓનો વીમો કરાવવાની યોજના ઘણાં લાંબા સમયથી યુપીસીએના મગજમાં હતી પરંતુ તેની પર અમલ અમલ નહોતો થઈ રહ્યો.
સંબંધિત જાણકારી શોધો