ભારત-ઓસ્ટ્રેલીયાની વચ્ચે સાત વન ડે શ્રેણીની આજે પહેલી મેચ વડોદરામાં રમાઈ રહી છે. ત્યાં જ બેટિંગના બાદશાહ સચિન તેંડુલકર એક નવા શિખરને કાયમ કરવા માટે માત્ર 97 રન જ દૂર છે. આ લક્ષ્યને મેળવતાંની સાથે જ તેઓ 17 હજાર રનના આંકડાને પાર કરી લેશે.
સચિને અત્યાર સુધી ચારસો ત્રણ વન ડેમાં 16 હજાર નવ સો ત્રણ રન કર્યા છે. 44.48 ના સરેરાશની સાથે 44 સદી અને 91 અર્ધસદી સહિત સચિન 17 હજાર રનથી માત્ર 97 રન જ દૂર છે. દુનિયાની સૌથી તાકાતવાળી ટીમની સામે આ બાદશાહે હંમેશા રનોનો વરસાદ કર્યો છે.