વડોદરા. ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાલી રહેલ વન ડે શ્રેણીની પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલીયાનો 4 રને વિજય થયો. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય લીધો હતો અને તેણે પોતાની 8 વિકેટ ગુમાવીને ભારત સામે 293 રનનો લક્ષ્યાંક મુક્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુકલર માત્ર 14 રન કરીને આઉટ થઈ ગયાં હતાં. આ સિવાય સહેવાગ પણ 13 રન કરીને પેવેલીયન પાછા ફર્યા હતાં. છેલ્લે ભારતીય ટીમ 50 ઓવરમાં 288 રન જ કરી શકી.