મુખ્યમંત્રી અને જીસીએના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ગુજરાત દેશની અંદર ક્રિકેટનું ગઢ બને, કેમકે આ ભારતની અંદર એકમાત્ર રાજ્ય છે જ્યાં ત્રણ અલગ અલગ ક્રિકેટ સંઘ છે. ગુજરાતમાં ગુજરાત ક્રિકેટ સંઘ (જીસીએ), વડોદરા ક્રિકેટ સંઘ (બીસીએ) અને સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (એસીએ) છે.
ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે રમાયેલ પ્રથમ વન ડે દરમિયાન ઉપસ્થિત રહેલ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અને બીસીએના પ્રમુખ ચિરાયુ અમીન, એમસીએ સચિવ નિરંજન શાહ અને જીસીએના ઉપાધ્યક્ષ અમિત શાહની સાથે ક્રિકેટ સંબંધી ચર્ચામાં મોદીએ કહ્યું કે, ગુજરાત ક્રિકેટના ગઢના રૂપમાં વિકસીત થાય તેવી સંપુર્ણ શક્યતાઓ છે.
સંજોગવશ આ પ્રથમ અવસર હતો, જ્યારે મોદીએ આ શહેરમાં વન ડે આંતરરાષ્ટ્રીય મેચ જોઈ. અહીંયા 1983થી વન ડે આયોજીત કરવામાં આવી રહી છે.