હરભજનસિંહે પોતાના કેરિયરનો સૌથી સારો દાવ રમવાની સાથે સાથે રવિવારે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પુર્ણ કર્યા. આ સાથે જ તેઓ 1000 કરતાં વધારે રન 100 કરતાં વધારે વિકેટ લેનાર ડબલ આઠમા ભારતીય બની ગયાં છે.
હરભજને આવા સમયે પોતાનું આક્રમક જોશ દેખાડતા ભારતને જીતની નજીક પહોચાડી દિધું હતું, જ્યારે કે ટોચના ક્રમાંકો ઓસ્ટ્રેલીયાઈ બોલરોની સામે ટકી શક્યાં ન હતાં. જો કે છેલ્લી ઓવરમાં આઉટ થવાને લીધે તેમનું વન ડે ક્રિકેટમાં પ્રથમ અડધી સદી પુર્ણ કરવાનું સપનું પુરૂ થઈ શક્યું ન હતું, પરંતુ આ દરમિયાન 43 રન બનાવતાની સાથે જ તેમણે 1000 રનનો આંકડો પાર કરી દિધો હતો.
પોતાની 196મી મેચ રમી રહેલ હરભજને અત્યાર સુધી 102 દાવમાં 13.41ની સરેરાશથી 1006 રન કર્યા છે. તેઓ 1000 રન પુર્ણ કરનાર 29 મા બેટ્સમેન છે. આટલુ જ નહિ પરંતુ કપિલ દેવ અને અજીત અગરકર પછી તેઓ ત્રીજા એવા ભારતીય છે, જેમણે 1000 રન અને 200 વિકેટનો વિશિષ્ટ ડબલ પુર્ણ કર્યો છે.