ઓસ્ટ્રેલીયામાં ભારતીય છાત્રો પર નસ્લી હુમલાને 'જાતિગત' જણાંવતાં ઓસ્ટ્રેલીયાના પુર્વ વિકેટકીપર એડમ ગીલક્રીસ્ટે ગઈ કાલે કહ્યું હતું કે, તેમનો દેશ વિદ્યાર્થીઓ માટે સુરક્ષીત છે.
ઓસ્ટ્રેલીયાના વોલોનગોગ વિશ્વ વિદ્યાલયના બ્રાંડ દૂતના રૂપમાં અહીંયા આવેલ ગિલક્રીસ્ટે કહ્યું કે, અમને નથી લાગતું કે આ ખાસ કરીને ભારતને નિશાન બનાવવાનો મુદ્દો છે. આ જાતિગત મુદ્દો છે.
તેમણે કહ્યું કે, આ રિપોર્ટ છતાં પણ દેશમાં ભણવા જવા માટેનો વિચાર કરતાં વિદ્યાર્થીઓએ આ ચાલુ રાખવું જોઈએ. ગિલક્રીસ્ટે સ્વીકાર કર્યું કે, વિદ્યાર્થીઓ પર થઈ રહેલ હુમલો ચિંતાનો વિષય છે અને તેમને સુરક્ષા સુનિશ્ચિત કરવી તે વિશ્વ વિદ્યાલયની જવાબદારી છે.