પાકિસ્તાનના કેપ્ટન યુનિસ ખાને ટીમના સાથીઓની હિચકને દૂર કરતાં કહ્યું કે, કોઈ પણ ડર વિના સીધી તેમની સાથે વાત કરી શકે છે અને તેમણે સાથે જોર આપ્યું કે, તેઓ ટીમની સંવાદહીનતા માટે જવાબદાર નથી.
યુનિસની પ્રતિક્રિયા તે વખતે આવી છે જ્યારે ઉપકેપ્ટન શાહિદ અફરીદીએ ખુલાસો કર્યો કે, અમુક ખેલાડીઓને યુનિસથી કંઈક મુશ્કેલી હતી અને તેઓ તેમની સાથે સીધી વાત કરવામાં અચકાઈ રહ્યાં હતાં.
યુનિસે કહ્યું કે મને ખાનગી રીતે લાગી રહ્યું છે કે, ખેલાડીઓને પોતાના અધિકારો માટે લડવાની અને કેપ્ટન તેમજ પ્રબંધનની સાથે પોતાની મુશ્કેલીઓ વિશે ખુલ્લા મને ચર્ચા કરવાની હિંમત હોવી જોઈએ.