કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ભારતે ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ બીજી વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં રેકોર્ડ તોડ પ્રદર્શન કરતાં નવો રેકોર્ડ બનાવ્યો.
ધોનીએ 124 રનનો જોરદાર દાવ રમીને પોતાની પાંચમી વન ડે સદી મારી હતી. આ કોઈ કેપ્ટનનો ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ જોરદાર સ્કોર છે. તેમણે શ્રીલંકાના સનથ જયસુર્યાના 2003માં સિડનીમાં બનાવવામાં આવેલ 122 રનના સ્કોરને પણ પાછળ મુકી દિધો હતો.