ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ત્રીજી, ચોથી વન ડેમાં ઈંડિયા ટીમમાં કોઈ પરિવર્તન નહિ
Feedback Print Bookmark and Share
 

ઓસ્ટ્રેલીયાની સાથે ચાલી રહેલ સાત મેચની વન ડે શ્રેણીની ત્રીજી અને ચોથી મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં કોઈ જ પરિવર્તન નહિ કરવામાં આવે. ત્રીજી મેચ 31મી ઓક્ટોમ્બરે નવી દિલ્હીમાં અને ચોથી મેચ 2 નવેમ્બરે મોહાલીમાં રમવામાં આવશે.

સાત મેચની શ્રેણીમાં બંને ટીમો 1-1ની બરાબરી પર છે. ઓસ્ટ્રેલીયાએ વડોદરામાં 25 ઓક્ટોમ્બરે રમાયેલી મેચમાં ચાર રનથી જીત મેળવી હતી જ્યારે કે ભારતીય ટીમે જોરદાર રીતે પાછા ફરતાં 28 ઓક્ટોમ્બરે નાગપુરમાં રમાયેલી બીજી મેચમાં 99 રનના જોરદાર સ્કોર વડે જીત મેળવી હતી.

પહેલી બે મેચ માટે ટીમમાં સમાવેશ કરાયેલ ખેલાડીઓના સ્થાનને જાળવી રાખતાં પસંદગીકર્તાઓએ ફાર્મથી ઝઝુમી રહેલા ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સહિત કેટલાયે ખેલાડીઓને પોતાની સાર્થકતાને સાબિત કરવાની એક વધારે તક આપી છે. આવામાં મુનાફ પટેલ અને સુદીપ ત્યાગી જેવા બોલરોને છેલ્લા 11 માં જગ્યા બનાવવા માટે હજી થોડોક સમય રાહ જોવી પડશે.
સંબંધિત જાણકારી શોધો