ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ત્રીજી વનડે માંથી લી, હોપ્સ આઉટ
Feedback Print Bookmark and Share
 

ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાઓથી ઝઝૂમી રહેલી ઓસ્ટ્રેલિયાઈ ટીમ અહીં ત્રીજા એકદિવસીય આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પણ ઝડપી બોલર બ્રેટ લી અને ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સ વગર ઉતરશે પરંતુ કપ્તાન રિકી પોંટિગે આશા વ્યક્ત કરી છે કે, આ બન્ને ક્રિકેટર ચોથા વન ડે સુધીમાં ફિટ થઈ જશે.

પોંટિગે કહ્યું કે, હોપ્સે આજે લાંબા સમય સુધી અભ્યાસ કર્યો પરંતુ તેની માંસપેશીઓમાં ખેચાણ છે અને અમે કોઈ પણ પ્રકારનું જોખમ ઉપાડવા ઈચ્છતા નથી. આ વાત લી પર પણ લાગૂ પડે છે જેને પૂરી રીતે ફિટ થવામાં હજુ થોડો સમય લાગશે. લી અને હોપ્સ વડોદરામાં રમવામાં આવેલા પ્રથમ વન ડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયાં હતાં અને નાગપુરમાં રમાયેલા બીજા મેચમાં પણ રમી શક્યાં ન હતાં.
સંબંધિત જાણકારી શોધો