છેલ્લા 10 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લીનું કહેવું છે કે તે ખતમ નથી થઈ ગયો. તેનામાં હજૂ ઘણો દમ છે. અને તે ક્રિકેટ દરેક ફોર્મેટમાં રમી શકવા માટે સક્ષમ છે.
બ્રેટલીએ જણાવ્યું હતું કે હાલ તેનું ધ્યાન ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનું છે. ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે તે વનડે અને ટી-20નું બલિદાન આપવા માગતો નથી.
નવી દિલ્હીમાં લીએ જણાવ્યું હતું કે 10-15 વર્ષથી સતત 150 કી.મીની ઝડપે બોલિંગ કરો ત્યારે સ્વાભાવિક છે કે તમને ઈજા પહોંચે, પરંતુ એનો એ અર્થ નથી કે તેમે ખતમ થઈ ગયા છો. હું હાલ તાજગી અનુભવું છું અને હજૂ ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમી શકું છું. હું ક્રિકેટને પ્રેમ કરુ છું.