ભારતીય સ્ટાર ક્રિકેટર અને કમેંટેટર રવિશાસ્ત્રીએ ક્રિકેટના દરેક પ્રારૂપોમાં સંતુલન જાળવી રાખવાની વાત પર જોર આપ્યું છે.
તેમણે કહ્યું કે, આજકાલ જેટલી ક્રિકેટ થઈ રહી છે, તે મારે માટે ચિંતાનો વિષય છે. આની અંદર એક સંતુલન હોવું જોઈએ. ક્રિકેટનું કોઈ પણ રૂપ ટ્વેટી-20 કે વન ડેમાં વધારેપણું ચિંતાનો વિષય છે.
જો કે સુનીલ ગાવસ્કર શાસ્ત્રીની વાતને લઈને એટલા બધા હેરાન નથી, કેમકે તેમનું માનવું છે કે જો સીનીયર ખેલાડીઓ વધારે ક્રિકેટ રમવા નથી માંગતા તો તેમની જગ્યાએ મેદાન પર ઉતરવા માટે યુવા ક્રિકેટરો હાજર છે.
તેમણે કહ્યું કે, દેશની અંદર ઘણાં યુવા ખેલાડીઓ છે અને જો કોઈ સીનીયર ખેલાડી કોઈ પણ પ્રારૂપમાં રમવાની અનિચ્છા વ્યક્ત કરે છે તો તેની જગ્યા લેવા માટે યુવા ક્રિકેટરો હાજર છે. એટલા માટે હું ક્રિકેટમાં થઈ રહેલા વધારાને લીધે જરા પણ ચિંતિત નથી.