ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » યુવી-માહી કોટલાના કિંગ બન્યાં
Feedback Print Bookmark and Share
 

યુવરાજસિંહ (78) અને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની (અણનમ 71) ના શાહી પરાક્રમથી ભારતે વિશ્વ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને ત્રીજા વન ડે માં શનિવારે રાત્રે ફિરોજશાહ કોટલા મેદાનમાં છ વિકેટથી હરાવીને સાત મેચોની શ્રેણીમાં 2-1 થી સરસાઈ પ્રાપ્ત કરી છે.

મૈન ઑફ ધિ મૈચ યુવરાજ અને કપ્તાન ધોનીએ ચોથી વિકેટ માટે 173 દડામાં 148 રનની મેચ વિજયી ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાથી મળેલા 230 રનના લક્ષ્યને સરળ બનાવી દીધો.
Dhoni
ND
N.D
ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટ પર 230 રન બનાવીને એકતરફી જીત પ્રાપ્ત કરી લીધી. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ માઈક હસી (અણનમ 81) અને કપ્તાન રિક્કી પોટિંગ (59) ના અર્ધશતકની મદદથી પાંચ વિકેટ પર 229 રન બનાવ્યાં હતાં.


યુવરાજે 96 દડામાં 78 રનના પોતાના દાવમાં આઠ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા. ધોનીએ 95 દડામાં પોતાના દાવમાં છ ચોક્કા ફટકાર્યા.

પગમાં પીટર સિડલના દડાથી ઈજાગ્રસ્ત થનારા વીરેન્દ્ર સહેવાગ 11 રન બનાવીને બોલ્ડ થયાં. આત્મવિશ્વાસ સાથે રમી રહેલા સચિન તેંડુલકર અનાવશ્યક રન લેવાના પ્રયત્નમાં રનઆઉટ થયાં. સચિને 47 દડામાં ચાર ચોક્કાની મદદથી 32 રન બનાવ્યાં અને તે 17 હજાર રન પૂરા કરવાથી 47 રન દૂર રહી ગયાં.
સંબંધિત જાણકારી શોધો