ક્રિકેટના મેદાન પર ટોસ વેળાએ હરીફ કપ્તાન સ્ટીવ વૉ ને રાહ જોવડાવનારા ટીમ ઈંડિયાના ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ શનિવારે એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શશિ થરૂર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાઁધીને પણ રાહ જોવડાવી હતી.
ગાંધીએ કહ્યું કે, અમે બધા લોકો પ્રિંસ ઑફ ક્રિકેટના આ કાર્યક્રમમાં શામેલ થવાની રાહ જોઈ રહ્યાં હતા. તેનાથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષ 2001 ની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીના એ મેચની યાદ તાજા થઈ ગઈ જ્યારે કપ્તાન રહી ચૂકેલા ગાંગુલીએ ટોસના સમયે પોતાના ઓસ્ટ્રેલિયાઈ સમકક્ષ સ્ટીવ વો ને રાહ જોવડાવી હતી.
ગાંગુલીએ બાદમાં કહ્યું હતું કે, તે ટોસ માટે જઈ રહ્યાં હતાં પરંતુ બાદમાં તેમણે જોયું કે, તે પોતાની ટીમનું બ્લેજર લેવાનું ભૂલી ગયાં છે. શનિવારના આ સમારોહમાં ગાંગુલીએ આયોજકોને ખુદના ન આવવાની માહિતી ન આપી અને વિદેશ રાજ્યમંત્રી થરૂર સહિત કાર્યક્રમમાં શામેલ દરેક વ્યક્તિ તેમની રાહ જોતો રહ્યો અને છેલ્લે ગાંગુલીના ન આવવાની સૂચના આપવામાં આવી.