ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » વન-ડે મેચોની લોકપ્રિયતા યથાવત : બિંદ્રા
Feedback Print Bookmark and Share
 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના મુખ્ય સલાહકાર આઈએસ બિંદ્રાના અનુસાર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રેણીએ સાબિત કરી દેખાડ્યું છે કે, 50 ઓવરના ક્રિકેટ પ્રત્યે દર્શકોનું આકર્ષણ યથાવત છે.

બિંદ્રાએ કહ્યું કે, ' શ્રેણી શરૂ થયાં પહેલા દરેક વ્યક્તિ કહી રહ્યો હતો કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય શ્રેણી જ 50 ઓવરના પ્રારૂપનું ભાગ્ય નક્કી કરશે પરંતુ આપ જોઈ શકો છો કે, દરેક સ્થળે સ્ટેડિયમ ખચોખચ ભરેલા છે અને સોમવારે યોજાનારા મેચ માટે પણ ટિકિટ વેંચાઈ ચોકી છે.' ભારતીય ટીમ બે નવેમ્બરના ચોથા મેચમાં અહીં ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.

બિંદ્રા પંજાબ ક્રિકેટ સંઘના અધ્યક્ષ પણ છે. તેમનું સૂચન છે કે, ટ્વેંટી-20 મૈચ નવા દર્શકોને આકર્ષવા માટે સફળ સાબિત થયાં છે.

તેમણે કહ્યું કે, ' ટી-20 નું પ્રારૂપ નવા દર્શકોને આકર્ષિત કરવામાં મદદ કરવા માટે છે. આ અગાઉ જે દર્શક માત્ર એનબીએ, ફુટબોલ અને ફોર્મૂલા વન જોતા હતાં તેમણે પણ ક્રિકેટના 20 ઓબરના પ્રારૂપમાં રસ દાખવ્યો. જેનાથી તે લોકપ્રિય બની ગયો. તેનાથી રમતના વિકાસમાં મદદ મળી રહી છે.'
સંબંધિત જાણકારી શોધો