ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ધીમી વિકેટ પર પણ રમી શકું છું : યુવરાજ
Feedback Print Bookmark and Share
 

આંગળીની ઈજામાંથી બહાર નીકળીને પુનરાગમન કરનારા યુવરાજ સિંહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના અર્ધશતકને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમવામા આવેલો દાવ ગણાવતા કહ્યું કે, તેમણે તેનાથી સાબિત કરી દેખાડ્યું છે કે, તે ધીમી વિકેટ પર પણ સારી બેટીંગ કરી શકે છે.

યુવરાજે 78 રન બનાવ્યાં તથા ધોની સાથે ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી જેનાથી ભારતે ત્રીજો મેચ છ વિકેટથી જીત્યો. યુવરાજને આ દાવ માટે મેન ઑફ ધિ મેચ જાહેર કરવામાં આવ્યાં.

તેમણે મેચ બાદ કહ્યું કે, મારી લાંબા સમયથી આલોચના થતી રહી છે કે, હું ધીમી વિકેટ પર અથવા સ્પિનરો વિરુદ્ધ રમી શકતો નથી પરંતુ અહીંની વિકેટ ખુબ જ ધીમી હતી અને બેટીંગ માટે અનુકૂળ પણ ન હતી એવામાં મેં અહીં ખુદને સાબિત કરી દેખાડ્યો.
સંબંધિત જાણકારી શોધો