પાકિસ્તાનના કપ્તાન યૂનિસ ખાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેવા સંબંધી આગ્રહ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે મધ્યક્રમના બેટ્સમેન મોહમ્મદ યૂસુફને ટીમના નવા કપ્તાન નિયુક્ત કર્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે, ' યૂનિસના ક્રિકેટમાં બ્રેક લેવા સંબંધી આગ્રહ બાદ બોર્ડે પ્રવાસ માટે યૂસુફને ટીમના નવા કપ્તાન જાહેર કર્યા છે જ્યારે ઉપકપ્તાનની ભૂમિકા વિકેટકીપર કામરાન અકમલને સોંપવામાં આવી છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 24 નવેમ્બરના રોજ રમવામાં આવશે.'