ભારત પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયાઈ વડાપ્રધાન કેવિન રડે આજે સચિન તેંદુલકરની જોરદાર પ્રશંસા કરતા તેમને એકદિવસીય ક્રિકેટમાં 17,000 રન પૂર્ણ કરવાની શુભકામના પાઠવી.
રડે રાજધાનીમાં ઇંડિયા બિજનેસ લંચને સંબોધિત કરતા કહ્યું કે, ' હું સચિન તેંદુલકરને 17,000 એકદિવસીય આંતરરાષ્ટ્રીય રન બનાવાની બેજોડ સિદ્ધિ પ્રાપ્ત કરવા પર શુભકામના પાઠવું છું. સંયોગથી તેંદુલકર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી એકદિવસીય શ્રેણી દરમિયાન આ મુકામ પર પહોંચ્યાં હતાં.'
રડે જણાવ્યું કે, તેંદુલકરને ઓસ્ટ્રેલિયામાં ખુબ જ સમ્માનની દૃષ્ટિથી જોવામાં આવે છે. તેમણે કહ્યું કે, ' ક્રિકેટના પ્રશંસકો એક દેશથી બીજા દેશ સુધી છે, અમે લિટલ માસ્ટરને સલામ કરીએ છીએ.'