શ્રીલંકાના વિસ્ફોટક બેટ્સમેન દિલશાન ઘુંટીમાં ઈજા હોવા છતાંપણ 16 નવેમ્બરથી અમદાવાદમાં યોજાનારા પ્રથમ ટેસ્ટમાં રમશે. દિલશાનને નેટ પર અભ્યાસ દરમિયાન ઈજા પહોંચી હતી.
શ્રીલંકાઈ ટીમના મેનેજર બ્રેંડન કુર્રુપ્પે અહીં જણાવ્યું કે, ' દિલશાને ગુરૂવારે ઈંડોર નેટ્સ દરમિયાન બેટીંગ કરી. તેની ઈજાને લઈને ચિંતા કરવા જેવી કોઈ વાત નથી અને આગામી બે દિવસોમાં ઈજા પૂરી રીતે ઠીક થઈ જશે. તેમણે કહ્યું કે, દિલશાન અમદાવાદમાં યોજાનારા પ્રથમ ટેસ્ટમાં જરૂર રમશે.'