પાકિસ્તાન ક્રિકેટ ટીમના તાજેતરના કેપ્ટન મોહમ્મદ યુસુફ ન્યૂઝીલેંડના વિરુધ્ધ ટેસ્ટ શ્રેણીમાં મધ્યક્રમના બેટ્સમેન મિસ્બાહ ઉલ હકને ટીમમાં લેવા માંગે છે. યૂનુસ ખાને બ્રેક લીધા પછી મોહમ્મદ યુસુફને ન્યૂઝીલેંડના પ્રવાસ માટે ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે.
યૂસૂફે મિસ્બાહને ટીમમા લેવાની ઈચ્છા બતાવતા કહ્યુ કે ન્યૂઝીલેંડ પ્રવાસને માટે પસંદ કરવામાં આવેલ પાકિસ્તાની ટીમ સારી છે, પરંતુ યૂનુસ ખાનના ન હોવાથી મધ્યમક્રમ ખાલી થઈ ગયુ છે, જેને મિસ્બાહને લેવાથી ભરી શકાય છે.
યૂસુફે કહ્યુ કે મેં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ને નિવેદન કરુ છુ કે મિસ્બાહને ન્યૂઝીલેંડ વિરુધ્ધ ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સ્થાન આપવામાં આવે.