પાકિસ્તાનના બોલર મોહમ્મદ આમિરને હજુપણ એ ક્ષણ યાદ છે જ્યારે દક્ષિણ આફ્રિકામાં ચેમ્પિયંસ ટ્રોફીની એક મેચમાં તેમને ચેમ્પિયન બેટ્સમેન સચિન તેંદુલકરની વિકેટ લીધી હતી અને આને તેઓ ક્યારેય નહી ભૂલી શકે.
પાકિસ્તાનના આ 17 વર્ષીય બોલરે ગ્રુપ ચરણની મેચમાં તેંદુલકરને આઉટ કર્યો હતો. પાકિસ્તાન આ મેચ 54 રનથી જીત્યુ હતુ.
આમિરે કહ્યુ કે મારા માટે એ બહુ મોટી વિકેટ હતી. હુ એ ક્ષણને ક્યારેય નથી ભૂલી શકતો.
ઈગ્લેંડમાં ટ્વેંટી 20 વિશ્વકપ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા આમિરે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. તેને ન્યુઝીલેંડ વિરુધ્ધ આ અઠવાડિયે ત્રીજી વનડેમાં 73 બોલમાં 81 રન બનાવ્યા.