સચિન તેંડુલકરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ થવા પર શુભકામના પાઠવતા મુખ્ય પસંદગીકાર શ્રીકાંતે આ ચેમ્પિયન બેટ્સમેનને વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિકેટર જણાવ્યાં છે. શ્રીકાંતને લાગે છે કે, તેંડુલકરે પોતાની કારકિર્દીમાં નમ્રતા, સરળતા અને ક્રિકેટ પ્રત્યે સમર્પણથી જ તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
તેણે કહ્યું કે, ' સચિન સમર્પિત ખેલાડી છે. ક્રિકેટમાં 20 વર્ષના સમયમાં એટલુ બધુ પ્રાપ્ત કરવું સામાન્ય વસ્તુ નથી. તે વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં ટોપ પર છે. કદાચ તે વિશ્વ ક્રિકેટના ભૂતકાળ અને મોજૂદા સમયમાં મોજૂદ સ્ટાર ખેલાડીઓમાંથી સૌથી લોકપ્રિય ક્રિકેટર પણ છે.' તેંડુલકરે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ કરાચીમાં 15 નવેમ્બર 1989 ના રોજ ટેસ્ટ શરૂઆત કરી હતી, ત્યારે શ્રીકાંત ટીમના કપ્તાન હતાં.
તેમણે કહ્યું કે, મને હજુ સુધી તેમની શરૂઆત યાદ છે. જ્યારે તેમણે પ્રારંભ કર્યો હતો ત્યારે મેં તેમને કહ્યું હતું કે, 'સચિન તું કોઈ પણ વસ્તુની ચિંતા ન કરો, તુ તારી નૈસર્ગિક રમત રમ અને હું તને ભરોસો આપું છું કે, તુ તમામ ચાર મેચોમાં રમીશ. ત્યાર બાદ જે થયું તે આપણે બધાએ જોયું.