દરેક મોટા પુરૂષની પાછળ હમેશા કોઈના કોઈ સ્ત્રીનો હાથ હોય છે. સચિને પોતાના ક્રિકેટના વીસ વર્ષ પૂર્ણ કરી લીધા અને સચિનની આ સફળતામાં તેની પત્ની અંજલિની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
પોતાની કારકિર્દીને તાક પર રાખીને અંજલિને સચિન માટે તે વાતાવરણ આપ્યું જેનાથી તે તમામ પારિવારિક દબાણોથી દૂર રમત પર ધ્યાન આપી શકે પરંતુ તે અંજલી જ્યારે સચિનથી પ્રથમ વખત મળી ત્યારે તેમને ઓળખી શકી ન હતી.
અંજલિના જણાવ્યાનુસાર તે 1990 માં પ્રથમ વખત મુંબઈ એરપોર્ટ પર સચિનને મળી હતી. સચિન ઈંગ્લેન્ડથી પરત ફરી રહ્યાં હતાં. મને ખબર ન હતી કે, તે કોણ છે. માત્ર સંયોગથી મુલાકાત થઈ ગઈ. તેના પાંચ વર્ષ બાદ 1995 માં સચિન અને અંજલીએ લગ્ન કરી લીધા.
અંજલિ તેની તાકાત બનીને સામે આવી. હમેશા પરિવારને પોતાની પ્રેરણા માનનારા સચિન માટે અંજલીએ ડોક્ટરી છોડી દીધી. સચિનને ન ઓળખનારી અંજલિ આજે તેનો દાવ જોવા માટે સ્ટેડિયમમાંથી હટતી પણ નથી.
અંજલિના જણાવ્યાનુસાર તે પૂરો મેચ જોવે છે. ઘરમાં એક ખાસ સ્થાન છે જ્યાં બેસીને ટીવી પર મેચ જોવું છું. સાથોસાથે ગણપતિને પ્રાર્થના કરું છું, જમતી પણ નથી જ્યાં સુધી સચિન રમે છે. ફોન અથવા એસએમએસનો જવાબ પણ આપતી નથી. ત્યાં સુધી કે, મારા સ્થાન પરથી હટતી પણ નથી
સમગ્ર દેશની આશાઓના ભારના કારણે સચિન પર જે દબાણ રહે છે, પત્ની અંજલી, પુત્ર અર્જુન અને પુત્રી સારાનું હોવું સચિનને આ દબાણમાંથી બહાર નિકળવાની શક્તિ આપે છે.