ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેંદ્ર સિંહ ધોની પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના પ્રશંસક છે. સચિન તેંદુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું છે કે, સચિન જેવો ખેલાડી સો વર્ષમાં એક વખત જ જન્મ લે છે.
માહીએ કહ્યું કે, તેમનું ક્રિકેટ પ્રત્યેનું આકર્ષણ સચિનની બેટીંગને જોઈને જ ઉત્પન્ન થયું. તેમણે કહ્યું કે, એ સમયે જ્યારે સચિન આઉટ થઈ જતાં હતાં ત્યારે હું ટીવી બંધ કરી દેતો હતો.