ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરે કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના 20 વર્ષ પૂર્ણ થયાં બાદ ઘણી ઉજવણી કરવામાં આવી ચૂકી છે અને હવે આગળનો સમય શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી પર ધ્યાન લગાડવાનો સમય છે.
તેંદુલકરે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની શરૂઆત પૂર્વે જ કહ્યું હતું કે, મારી પાછળ એક ટીમ, કોચ, ખેલાડી, પરિવાર અને ભારતની જનતા છે. મારે પ્રેરણા માટે બહારની કોઈ શક્તિની જરૂરિયાત નથી. હું તેમના સમર્થનની કીમતને સમજું છું પરંતુ આ આગળ વધવા અને અમારી સામે મોજૂદ શ્રેણી પર ધ્યાન લગાડવાનો સમય છે.
તેમણે કહ્યું કે, હું એ પ્રશંસકો અને લોકોને ધન્યવાદ આપવા ઈચ્છું છું જેમણે મારી કારકિર્દી દરમિયાન મારું સમર્થન કર્યું.