ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » સુરક્ષા કવર સાથે ગયેલા ભજ્જી
Feedback Print Bookmark and Share
 

ગુજરાત પોલીસે એ રિપોર્ટોનું ખંડન કર્યું છે કે, હરભજન સિંહ ગત રાત્રે ટીમ હોટલમાંથી એકલા બહાર નિકળીને સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું અને તેમણે સાથોસાથ કહ્યું કે, ભારતીય ઑફ સ્પિનર પૂરી સુરક્ષા સાથે ગયો હતો.

સેક્ટર એક પોલિસના સહ આયુક્ત સતીશ શર્માએ એ રિપોર્ટોને બકવાસ જણાવ્યા છે કે, હરભજન શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે કાલે રાત્રે સુરક્ષાકર્મીઓને જણાવ્યા વગર બહાર ગયાં હતાં. એ પ્રકારના રિપોર્ટ હતાં કે, ગુજરાત પોલીસે તેની ફરિયાદ બીસીસીઆઈને કરી પરંતુ શર્માએ તેનાથી ઈંકાર કરી દીધો.

શર્માએ કહ્યું કે, હરભજનસિંહે કાલે રાત્રે સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું નથી તે ટીમ હોટલની બહાર ગયાં હતાં પરંતુ પૂરી સુરક્ષા સાથે. અમદાવાદ પોલીસે બન્ને ટીમોની સુરક્ષાનો સઘન બંદોબસ્ત કર્યો છે અને એસઆરપીએફ કર્મીઓ સિવાય ત્વરિય કાર્ય ટુકડીને પણ તૈનાત કરવામાં આવી છે.
સંબંધિત જાણકારી શોધો