ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં 112 રનનો શતકીય દાવ રમનારા તિલરત્ને દિલશાને કહ્યું છે કે, તેમની ટીમને ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ પર નિયંત્રણ બનાવવા માટે પ્રથમ દાવમાં 150 રનની સરસાઈ પ્રાપ્ત કરવી જ પડશે.
દિલશાન સહિત જયવર્ધને અને સમરવીરાને પ્રથમ સત્રમાં સારી બેટીંગ કરવી પડશે. બાદમાં દડો ટર્ન લેવાનું શરૂ કરી દેશે અને એવામાં 150 રનની સરસાઈથી અમારુ પલડુ ભારે થઈ જશે.
અમારુ લક્ષ્ય 400 રનની નજીક પહોંચવાનું છે. અમારી પાસે સારા સ્પિનર છે અને અમે સરસાઈ મેળવી લઈશું તો બાદમાં મેચ પર અમારુ નિયંત્રણ રહેશે.