ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » વિકેટકીપિંગનો વિશ્વ રેકોર્ડ મૈકગ્લાસનના નામે
Feedback Print Bookmark and Share
 

ન્યૂજીલેન્ડના પીટર મૈકગ્લાસને આજે વિકેટકીપિંગમાં વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. મૈકગ્લાસને ન્યૂઝીલેન્ડના ઘરેલૂ મેચમાં સેંટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ વિરુદ્ધ નાર્દર્ન ડિસ્ટ્રિક્ટ્સ તરફથી 12 મો કેચ પકડીને પ્રથમ શ્રેણી મેચોમાં વિકેટકીપર દ્વારા સર્વાધિક કેચોંનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

ન્યૂજીલેન્ડના આ ભૂતપૂર્વ વિકેટકીપરે સેંટ્રલ ડિસ્ટ્રિક્ટ્સના પ્રથમ દાવમાં છ જ્યારે બીજા દાવમાં સાત કેચ પકડ્યાં. નાર્દર્ન ડિસ્ટ્રિક્ટ્સની ટીમે વનગેરાઈના કોબહમ ઓવલમાં આ ચાર દિવસનો મેચ નવ વિકેટથી જીત્યો.

30 વર્ષીય મૈકગ્લાસને 11 ખેલાડીઓના નામે સંયુક્ત રીતે નોંધાયેલા રેકોર્ડને તોડ્યો જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર રોડ માર્શ અને જિમ્બાબ્વેના વેન જેમ્સ પણ શામેલ છે. તેમણે બેવન ગ્રિગ્સના દડા પર ગ્રાહમ એલરિજનો કેચ પકડીને 11 કેચોનો રેકોર્ડ તોડ્યો. એલરિજે પોતાના કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલીંગ કરતા મેચમાં 11 વિકેટ ઝડપી.
સંબંધિત જાણકારી શોધો